વલસાડમાં રોટરી રેન્જર દ્વારા બે દિવસીય મોડેલ યુનાઈટેડ નેશન કોન્ફરન્સ યોજાઈ: ‘‘શું વલસાડમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ આવ્યા છે?’’ વિષય પર રાજદૂતો દ્વારા ચર્ચા કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર અને વલસાડ યુથ ડિપ્લોમસી સમિટ દ્વારા ‘‘શું વલસાડમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ આવ્યા છે?’’ વિષય પર વલસાડમાં બે દિવસીય મોડેલ યુનાઈટેડ નેશન કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લાની સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના રાજદૂતોની ભૂમિકામાં ‘‘સોવિયેત અફઘાન વોર’’ અંગે ચર્ચા કરી હતી. જેમાં ચેરપર્સન તરીકે મિસ્ટી નાયક, રીનાઝ પઠાણ અને કશિષ ધ્રુવ હેડ ટેબલ પર રહી હતી.

વલસાડ યુથ ડિપ્લોમસીના ફાઉન્ડર આશુતોષ કૌશિક અને રાજવીર દ્વારા આ એમ. યુ. એન. ને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કુલ ૪૦ ડીપ્લોમેટ દ્વારા બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનના પ્રોજેક્ટ ચેરપર્સન રો. દીપેશ શાહ અને રો. સુનિલ જૈન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના સપોર્ટર જેસીઆઇ વલસાડ, રોટરી ક્લબ વલસાડ, ઇન્ટરેક્ટ ક્લબ વલસાડ અને ત્રયમ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.

સફળ આયોજન બદલ રોટરી કલબ ઓફ વલસાડ રેન્જરના પ્રમુખ રો.મનોજ જૈન અને સેક્રેટરી રો. ભારત જૈન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જિલ્લાની વિવિધ સ્કૂલના ૪૩ બાળકોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!