વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રી આર.આર.રાવલે રૂ. ૪૦ લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અનુસંધાને વર્ષ ૨૦૨૦-૨૧માં વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રી આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક શ્રી રાવલે વલસાડ જિલ્લાના કલેકટરશ્રી નૈમેષ દવેને જિલ્લાના વિકાસકીય કાર્યો માટે અર્પણ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!