વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ રોટરી ક્લબ દ્વારા નેત્ર ચિકિત્સા તેમજ મફત ચશ્મા વિતરણ શિબિર તા. ૨૧ નવેમ્બરને ગુરૂવારે વલસાડ હાઈવે સ્થિત એપીએમસી માર્કેટ ખાતે જિલ્લા પોલીસ તેમજ રોટરેક્ટ ક્લબના સહયોગથી યોજવામાં આવી હતી.
પ્રોજેક્ટ ચેરમેન મહેશ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપરથી પસાર થતાં ટ્રાન્સપોર્ટ વાહનોના કુલ ૧૦૮ ચાલકોની આંખની તપાસ કરવામાં આવી હતી. તે પૈકીના જરૂર જણાતાં ૮૨ ચાલકોને મફત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ શિબિરની મુલાકાત રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના ગવર્નર તુષારભાઈ શાહ તથા નેહલબેન, આસિસ્ટન્ટ ગવર્નર શસીન દેસાઈ, ક્લબ પ્રમુખ નિરાલી ગજ્જર તેમજ અન્ય મહાનુભાવોએ લીધી હતી. શિબિરને સફળ બનાવવામાં મુકેશ ઓપ્ટીશનના જીગર દેસાઈ, ટ્રાફિક પીએસઆઇ ગૌરવ પટેલ તથા પોલીસ સ્ટાફ, રોટેરીયન સંજીવ દેસાઈ, દુષ્યંત દેસાઈ, રાજેન્દ્ર વરૈયા, હર્ષિલ ભાવસાર, ચિરાગ દેસાઈ, સ્નેહીલ દેસાઈ, રોટરેકટર દીપ દેસાઈ વિગેરેએ ભારે જહમત ઉઠાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!