બેદરકારી:વલસાડ રેલવે ગોદીમાં 100 થી વધુ ઘઉં ની બોરીઓ પાણીમાં ભીંજાઈ  

ગરીબ લાચાર વર્ગ ને અનાજ માટે ફાફા છે પણ તંત્ર નિંદ્રાધીન

વલસાડ રેલવે ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલી ઘઉંની 100 થી વધુ બોરી વરસાદી પાણીમાં ભીંજાય ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આવી બેદરકારી રાખનાર આ કોન્ટ્રાક્ટર સામે રેલવે વિભાગે કાયદેસરની કાર્યવાહી કરે જેથી ગરીબ લોકોને અનાજનો જથ્થો પૂરેપૂરો મળી શકે તેમ છે.
વલસાડ રેલવે સ્ટેશન પાસે રેલવે ગોદી આવેલી છે આ રેલવે ગોદીમાં પંજાબ મધ્ય પ્રદેશ કે અન્ય પ્રદેશોમાંથી ટ્રેન મારફતે અનાજ નો મોટો જથ્થો મજૂરો પાસે ઊતારવામાં આવતો હોય છે. અનાજનો જથ્થો વલસાડ ધમડાચી માં આવેલ એફ. સી. આઈ. ગોડાઉન માં જતો હોય છે. ચોમાસાની સિઝનમાં દર વર્ષે રેલવે ગોદીમાં આવેલો અનાજનો જથ્થો ભીંજાય જતો હોય તેમ છતાં રેલવે ગોદી માંથી અનાજનો જથ્થો લઈ જવાનો કોન્ટ્રાક્ટ રાખનારા સંચાલકો ચોમાસાની સીઝનમાં કોઇ પણ જાતની સાવચેતી રાખતા નથી. અને વરસતા વરસાદમાં અનાજની ગૂણો ખાલી કરતા હોય અને તેને ટ્રકો માં  ભરતા હોય છે. ત્યારે મોસમ વિભાગે ત્રણ દિવસ અગાઉ તૌકતે નામનું વાવાઝોડું આવવાનું છે આ વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદ પડવાની આગાહી પણ આપી છે. હાલમાં કોરોનાવાયરસ નું પ્રમાણ સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ ગુજરાત વલસાડ જિલ્લામાં વધી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગરીબ કે મધ્યમ વર્ગ માટે સસ્તા અનાજની  દુકાનમાંથી ઘઉં ચોખા  નો જથ્થો મફત આપવામાં આવતો હોય છે. વલસાડ રેલવે ગોદીમાં આજરોજ સવારે મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે બોગી માં  મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો વલસાડ રેલવે ગોદીમાં ટ્રેન આ જથ્થો લઇ આવી પહોંચી હતી. અનાજનો જથ્થો વલસાડ નજીકના ધમડાચી ગામે હાઈવે પર આવેલ એફ. સી. આઈ. ગોડાઉનમાં મોકલવાનો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાના પગલે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. તેમ છતાં અનાજ નો કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરે ટ્રેનની બોગીમાં થી ઘઉંની ગુણો ઉતારી નીચે મુકવામાં આવતા વરસાદના પગલે 100 થી વધુ ઘઉંની બોરીઓ ભીંજાઈ ગઈ હતી. અનાજમાં આવી બેદરકારી રાખનાર આ કોન્ટ્રાક્ટર સામે રેલવે વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરે તો ગરીબ લોકોને અનાજનો જથ્થો પૂરેપૂરો મળી શકે તેમ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!