વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો: બાળકોના વિકાસ અને શિક્ષણ અંગે વાલીઓ સાથે સંવાદ પણ કરાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક- ૩ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ “પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો – ૨૦૨૪નું આયોજન અતુલ ગ્રામ પંચાયતના હોલમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન પટેલ, અતુલ ગ્રામ પંચાયતના સંરપંચ વિક્ર્મભાઈ, પારનેરાના સરપંચ ભરતભાઈ, જી.આઈ.સી.ડી.ના P.S.E ઈન્સ્ટ્રકટર રુપાલીબેન તથા પૂર્ણા કન્સલટ્ન્ટના મુમુક્ષાબેન તથા C.D.P.O સોનલબેન પટેલ દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષ ઘટક કક્ષાના ભૂલકા મેળામાં શિક્ષણમાં સર્જનાત્મકતા દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં બાળવાર્તા, બાળગીત, વેશભૂશા, અભિનય વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા તેઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક સાધન (T.L.M) બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ T.L.M બાળકોના સર્વાગી વિકાસને ધ્યાને રાખી સ્થાનિક રીતે ઉપલ્બ્ધ સાધન સામગ્રી લો કોસ્ટ અને સરળતાથી બનાવી શકાય તથા બાળકોને શીખવવામાં ઉપયોગ કરી શકાય તેવા રજૂ કરવામાં આવી હતી.

બાળકોની સાંસ્કૃતિક કૃતિ તથા T.L.M માં સર્વશ્રેષ્ઠ કૃતિઓને નિર્ણાયક ટીમના દર્શીનીબેન તથા હીનાબેન દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવ્યા તથા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર તેઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વાલીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!