વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમમાં ૪૭૯ અરજીઓનો હકારાત્મક નિકાલ

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાનો લાભ એક જ છત નીચે અને એક જ દિવસે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની મિશન મોડ પર શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૧૯ ઓક્ટોબરના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વલસાડ પ્રાંત અધિકારીશ્રી આસ્થા ગોહિલ અને નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા વલસાડ નગરપાલિકા વિસ્તારના ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓનો અનેક લોકોએ લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૬૦૨ લોકો હાજર રહ્યા હતા. વિવિધ સેવાઓ માટે ૧૩ વિભાગોના સ્ટોલ મુકવામાં આવ્યા હતા અને ૩૯ જેટલા કર્મચારી/અધિકારીઓ ઉપસ્થિત રહી સેવા પુરી પાડી હતી. કાર્યક્રમમાં ૪૭૯ જેટલી વિવિધ રજૂઆતો મળી હતી જે તમામ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં રાશન ધારકોની e-KYCની ૧૦૩, જન્મ-મરણ પ્રમાણપત્રની ૭૪, હેલ્થ વેલનેસ કાર્ડ્ની ૫૬, આધાર કાર્ડ અપડેશનની ૪૯, આવકના દાખલાની ૪૨, પ્રોપર્ટી ટેક્સની ૨૯, રાશન કાર્ડ નામ દાખલ-કમી કરવાની ૪૯, રાશનકાર્ડ અપડેશન ૧૨, નવા ઘરેલું વીજ જોડાણ ૧૨, પીએમ સ્વનિધિ ૧૦, પી.એમ.જે.મા(અરજી)ની ૮, તેમજ બસ પાસ, આધાર નોંધણી, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નોના ક્રીમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્શન, નમોશ્રી યોજના, ઉંમરનો દાખલો અને વારસાઈ અરજીની ૩૫ અરજીઓ મળી કુલ ૪૭૯ રજૂઆતો થઈ હતી. આ તમામ રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!