કપરાડાની માલુંગી શાળામાં બાળકોને શેક્ષણિક કીટનું વિતરણ કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
“શિક્ષણ એ જ કલ્યાણ”ના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે “ધ ગ્રુપ ઓફ હેલ્પીંગ ફ્રેન્ડસ”ના નવયુવાનો પોતાની કમાણીમાંથી નાની નાની બચત કરી સેવાકીય પ્રવૃતિઓ વર્ષ 2019 થી કરી રહ્યા છે.

જેના ભાગરૂપે ગ્રૂપનો દશમો પ્રોગ્રામ તા. 30-06-2024ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી માલુંગી પ્રાથમિક શાળામાં યોજાયો હતો. આ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૫ ના તમામ બાળકોને વ્યક્તિગત છત્રી, દફતર, ધાબળો, નોટબુક,પેન્સિલ બોક્સ, રબર સંચો, કલર, બોલપેન પેકેટ, ચોકલેટ અને પારલેજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને શિક્ષણ ઉપયોગી જરૂરી ચીજવસ્તુઓ મળતા જ બાળકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!