ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રેન બસેરા હોટલની પાછળ આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી અને રોજગાર/સ્વરોજગારલક્ષી કોર્ષો માટેના પ્રવેશસત્ર- ૨૦૨૪માં પહેલા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૦/૦૬/૨૦૨૪, મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તા. ૦૧/૦૭/૨૦૨૪, આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તા. ૦૨/૦૭/૨૦૨૪ છે. ટ્રેડ સ્યુટેબીલીટી ઇસ્યુ કરવાની તારીખ દિવ્યાંગ ઉમેદવારો માટે VRC A’bad દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૪ થી ૦૬/૦૭/૨૦૨૪ નક્કી કરાઈ છે.
પ્રવેશ મોક-રાઉન્ડ માટે ચોઇસ ફીલીંગની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા-વધારા માટેની તા. ૦૩/૦૭/૨૦૨૪ થી તા. ૦૭/૦૭/૨૦૨૪ છે. પ્રવેશ મોક-રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તા. ૦૮/૦૭/૨૦૨૪ છે. આખરી મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તા. ૦૯/૦૭/૨૦૨૪ છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફીલીંગ સુધારા-વધારા માટેની તા. ૧૦/૦૭/૨૦૨૪ થી તા. ૧૪/૦૭/૨૦૨૪ છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ તા.૧૮/૦૭/૨૦૨૪ના રોજ જાહેર કરાશે. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઇ તા. ૧૯/૦૭/૨૦૨૪ થી તા. ૨૬/૦૭/૨૦૨૪ છે. પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઇન રદ કરવાની તારીખ/પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તા. ૧૯/૦૭/૨૦૨૪ થી તા. ૨૮/૦૭/૨૦૨૪ છે. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો તા. ૨૯/૦૭/૨૦૨૪ના રોજ જાહેર થશે.
બીજા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઇન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવાની તા. ૩૦/૦૭/૨૦૨૪ થી તા. ૦૬/૦૮/૨૦૨૪ છે. બીજા રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો તા. ૨૦/૦૮/૨૦૨૪ના રોજ જાહેર થશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવવા તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૩૧/૦૮/૨૦૨૪ છે એવુ કપરાડા આઈટીઆઈના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
કપરાડા આઈટીઆઈમાં ૩૭૬ બેઠકો ભરવા પાત્ર
કપરાડા આઈટીઆઈમાં વિવિધ ફિલ્ડની કુલ ૩૭૬ બેઠકો ભરવા પાત્ર છે. જેમાં ફિટર-૪૦, મીકેનીક ડીઝલ એન્જિન- ૨૪, વેલ્ડર- ૪૦, ઇલેક્ટ્રીશિયન ૪૦, કોપા- ૭૨, વાયરમેન- ૨૦, સુઇંગ ટેકનોલોજી- ૪૦, સોલાર ટેક્નીશિયન ૨૦, અર્માચાર મોટર રીવીન્ડીગ ૬૦, અર્માચાર મોટર રીવીન્ડીગ કમ સોલાર ટેક્નીશિયન ૨૦ નો સમાવેશ થાય છે.