ડાંગ જિલ્લામાં બપોરે 2 થી 6 દરમિયાન સરેરાશ 6 મી.મી. કમોસમી વરસાદ

ગુજરાત એલર્ટ | આહવા
હવામાન વિભાગની આગાહી મુજબ જંગલ વિસ્તાર ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જિલ્લા આપત્તિ નિયંત્રણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના બે વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 6 મીમી વરસાદ પડયો હતો. વરસાદ નોંધાયો છે. આહવા તાલુકામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. વઘઈ તાલુકામાં 8 મી.મી. અને સુબીર તાલુકામાં 3 મી.મી. કમોસમી વરસાદ નોંધાયો છે. સુબીર તાલુકાના અંબુર ગામે કમોસમી વરસાદના કારણે માટીના મકાનના પત્તાં ઉડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 15મીથી 18મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!