વલસાડ રેલવે સ્ટેશનની આસપાસની ગટરો ઊંડી, પહોળી કરવા રજૂઆત

વલસાડ નગરપાલિકા વિરોધપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ વલસાડ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા કલેકટરને લેખિત રજૂઆત કરી ગટરો રેલ્વે કોરીડોરનાં કામગીરી દરમિયાન ડી.એફ.સી.સી રેલ્વે વિભાગે પુરી દેતા હાલમાં સ્થળ પર ૨ થી ૩ ફૂટની થઈ ગઈ છે.

 વલસાડ નગરપાલિકા વિરોધપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ વલસાડ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા કલેકટરને લેખિત રજૂઆત કરી વલસાડ સ્ટેશનને લાગુ પૂર્વ તથા પશ્ચિમ રેલ્વે હદમાં ગટર આવેલ છે . આ ગટર પૈકી પૂર્વ તરફની મોગરાવાડી વિસ્તારને લાગુ સ્ટેશનથી છીપવાડ ગરનાળા સુધી ગટર ડી.એફ.સી.સી રેલ્વે વિભાગ કોરીડોર રેલ્વે લાઇનની કામગીરી કરતા આ ગટર અંદાજે ૧૫ થી ૨૦ ફુટ પહોળી હતી, જેમાથી મોગરાવાડી વિસ્તારની અંદાજે ૮૦૦૦ જેટલી વસ્તી અને વિસ્તારનું વરસાદી પાણી વર્ષોથી નિકાલ થતો આવેલ છે. ગટરો રેલ્વે કોરીડોરનાં કામગીરી દરમિયાન ડી.એફ.સી.સી રેલ્વે વિભાગે પુરી દેતા હાલમાં સ્થળ પર ૨ થી ૩ ફુટ રહી જતા આ વિસ્તારનો વરસાદી પાણીનો નિકાલ થવાની સંભાવના નથી. જેને લઇ અંદાજે ૮૦૦૦ વસ્તી તથા અંદાજે ૨૦૦૦ હજારથી વધુ ઘરોમાં વરસાદી પાણીની ગંભીર અસર થનાર છે. જે અંગે વલસાડના સાંસદ સભ્ય ડો . કે . સી . પટેલને રજુઆત કરતા તેઓ તા . ૦૧.૦૪.૨૦૨૧ નાં રોજ ગુરૂવારે ૧૨:૦૦ કલાકે સ્થળ પર ડી.એફ.સી.સી ના વલસાડ ના અધિકારી યુ.કે.સીંગ સાથે રૂબરૂ મુલાકાત લઇ પ્રશ્નનો ગંભીરતા બાબતે તત્કાલ પગલા ભરવા સુચના આપેલ અને વેસ્ટ રેલ્વે નાં ડી.આર.એમ. ને રજુઆત કરી રૂબરૂ ૧૦ એપ્રિલનાં રોજ વલસાડ મુકામે રૂબરૂ બોલાવી સાંસદ એડી.આર.એમને સ્થળ નિરીક્ષણ કરાવેલ છે. અને રેલ્વે સ્ટેશનથી ઔરંગા નદી સુધીનું પાકી ગટર નાળા નાંખી તાત્કાલીક પહોળી અને વ્યવસ્થિત વરસાદી પાણીના
તાત્કાલીક પહોળી અને વ્યવસ્થિત વરસાદી પાણીના નિકાલ થાય તેવી તાત્કાલીક કરવા સુચન કરેલ છે .ઉપરોકત રજુઆત છતા રેલ્વે વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવા આવી નથી. પાલિકાના સભ્ય દ્વારા નગરપાલિકા ને રજુઆત કરતા હાલમાં મેન્યુલ માણસો દ્વારા રેલ્વે ગરનાળાથી છીપવાડ ગરનાળા સુધી ગટર માંથી કચરા સફાઇ કરવાની કામગીરી ચાલી રહેલ છે . કોરીડોરનાં લીધે જેટલા ભાગમાં ગટર ૨ થી ૩ ફુટ ની અંદાજે ૨૦૦ મીટર જેટલા વિસ્તારમાં સાકળી થઇ ગયેલ છે જેને લઇ આજુબાજુનાં રહીશો અને મોગરાવાડી વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થવાની સંભાવના નથી. જેને લઇ લોકોની ઘરવકરી તથા આરોગ્યને પણ ગંભીર નુકશાન થવાનો ભય છે .ત્યારે જનહીતમાં રેલ્વે વિભાગ તથા જે તે વિભાગને તાત્કાલિક જરૂરી હુકમ કરવા માંગ કરી છે. વલસાડ કોવિડ હોસ્પિટલને બેઠી કરવાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું રૂ. 2.14 લાખનું દાન

વલસાડ
 વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા 300 બેડની  કોવિડ કેર સેન્ટર હોસ્પિટલમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા રૂ. 2.14 લાખનો ચેક જિલ્લા બિલ્ડર એસોસિએશનના પ્રમુખને એનાયત કરવામાં  આવ્યો હતો.

 ભારત દેશની સાથે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કોરોના મહામારી સંક્રમણ દિવસે દિવસે વધતું જતું હોય છે. કોરોના મહામારી ના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તમામ પ્રયત્નો હાથ ધરવા છતાં વાયરસ અટકવાનું નામ લેતો નથી. સંક્રમણના પગલે વલસાડ જિલ્લા, સેલવાસ દમણ સંઘપ્રદેશ,  આહવા ડાંગ ચીખલી, મહારાષ્ટ્ર તથા આજુબાજુના વિસ્તારોમાંથી રોજેરોજ દર્દીઓ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા ન હોવાના પગલે દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. કોરોનાવાયરસના સંક્રમણમાં આવેલા દર્દીઓને જિલ્લામાં સારવાર મળી રહે તેવા શુભ હેતુથી વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા 300 બેડની સુવિધા માટે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ બનાવવાની તૈયારી બિલ્ડરોએ બતાવી હતી. હાલમાં જ હોસ્ટેલમાં 100 બેડની હોસ્પિટલ બનાવી જેનું તાજેતરમાં જ  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આવા કપરા સમયે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન પ્રમુખ ઈલિયાસ ઉર્ફે મામા મલેકની આગેવાની હેઠળ તેમના એસોસિએશન હોદ્દેદારો હોટલ રેસ્ટોરેન્ટના સાથી મિત્રોના સહયોગથી રૂ. 2, 14, 275  નો ચેક જિલ્લા બિલ્ડર એસોસિએશન પ્રમુખ અશોકભાઈ મંગેને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બિલ્ડરો પીન્ટુભાઇ વશી, કિશોરભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!