ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લામાં દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે વલસાડ જિલ્લાના સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્ઝરો સાથે જિલ્લા ટર્ન આઉટ ઈમ્પ્લિટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્ઝર મિટ યોજાઈ હતી.
ઈન્ફ્લુએન્ઝર મિટમાં સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝરોને લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાતાઓને પાંચ મુદ્દાની વાત અંગે જાગૃતિ ફેલાવવા આપીલ કરવામાં આવી હતી. આ પાંચ મુદાઓ જેવા કે, મતદાતાઓએ મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે શોખવું, કયા મતદાન મથક(બૂથ) પર મતદાન કરવું, કયા કયા પુરાવાઓ (આઇડી કાર્ડ)થી મતદાન થઈ શકે છે તેમજ મતદાનની તારીખ અને સમય વિશે લોકોને સોશિયલ મીડિયા માધ્યમ મારફતે માહિતગાર કરવા જણાવાયું હતું. સાથે સાથે લોકોને શું મતદાનના દિવસે સવેતન જાહેર રજા હોઈ શકે? એવો પ્રશ્ન હોય તો ગુજરાત સરકાર તરફથી દરેક ક્ષેત્રે સવેતન રજા જાહેર કરવામાં આવી છે એવી જેથી દરેક કામદાર – કર્મચારીઓ મતદાન કરી શકે છે એમ જણાવ્યું હતું. દરેક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝરો પોતપોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ મારફતે લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી જિલ્લામાં વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ કરવામાં આવી હતી.
ઈન્ફ્લુએન્ઝર મિટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, પ્રોબેશનરી આઈએએસ અને જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝરો ઉપસ્થિત રહ્યા હતા.