ગુજરાત એલર્ટ । આહવા
હાલ સમગ્ર દેશમાં ઊનાળાની ઋતુ ચાલી રહી છે. દિવસે 40 થી વધુ ડીંગ્રીનો તાપ પડે છે. લોકો થી સહન પણ થતો નથી પરંતુ છેલ્લા બે દિવસ થી ડાંગમાં વાતાવરણ માં પલટો આવ્યો છે. ગતરોજ વહેલી સવારથી જ ડાંગનાં મુખ્ય સહિતનાં મોટાભાગનાં ગામોમાં વહેલી સવારથી પનવનાં સુસવાટા સાથે વાદળછાયું વાતાવરણ હતું.
અને સાથે મુખ્ય આહવા, વધઈ, સાપુતારા સહિતનાં ગામો માં ઝરમર વરસાદનાં ઝાપટા પડયાં હતાં જયારે આજરોજ સવાર થી ડાંગનાં મુખ્ય આહવા, વધઈ, સાપુતારા, સુબીર સહિતનાં ગામડાઓમાં આકાશ કાળા વાદળો છવાઈ ગયાં સાથે પનવ નાં સુસવાટા પણ શરૂ થયાં સવારે 8 થી 08:30 વાગ્યાનાં અરસામાં ડાંગમાં કમોસમી વરસાદ પડયો હતો જેથી વાતાવરણ માં ઠંડક ફેલાઈ ગઈ છે. આ કમોસમી વરસાદથી લોકોને પણ ગરમી થી ખુબ મોટી રાહત મળી છે.