મેવાડા બ્રાહ્મણસમાજ દ્વારા સંચાલીત ઍકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ ઓરવાડના મુખ્ય યજમાન પદે યોજાયેલી ખેરગામમાં ફેસબુક ઓનલાઈન પ્રફુલભાઈ શુકલની ૮૦૪ મી રામકથાનું પુણ્ય દીવ-દમણ ના પૂર્વ સાંસદ સ્વ:ડાહ્યાભાઈ વી.પટેલ ને અર્પણ કરવામાં આવ્યું હતું.કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે ડાહ્યાભાઈ ના નિધન થી સમાજે ભામાશા જેવો દાનદાર અને લોકોભિમુખ નેતા ગુમાવ્યા છે.મહાદેવના ચરણોમાં એનો વાસ રહે એવી પ્રાર્થના કરીને “ૐ નમઃ શિવાય” નો નાદ કરવામાં આવ્યો હતો.મેવાડા બ્રાહ્મણસમાજ ના અગ્રણી વિમલભાઈ ભટ્ટ અને અલ્પેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.માનસ મર્મજ્ઞ રામકથામાં આજે પ્રો.ભાર્ગવ દવે દ્વારા તુલસીદાસનું બચપણનું નામ રામબોલા કેમ છે ? .આ પ્રશ્ન પુછાયો હતો.જેનો બાપુએ ઉત્તર આપ્યો હતો. મેવાડા બ્રાહ્મણસમાજ ઍકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ , જગદીશચંદ્ર રણછોડભાઈ પટેલ કારેલી , ભાવનાબેન યોગેશભાઈ દેવડીયા , અમ્રતભાઈ લાલુભાઈ પટેલ , પાર્વતીબેન વિષ્ણુભાઈ પટેલ , ઠાકોરભાઈ નગીનભાઇ પટેલ પંચલાઈ , સહિત મનોરથી યજમાનોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.