વલસાડના ડુંગરી અને ગુંદલાવની કંપનીમાં કામદારોને મતદાન માટે પ્રેરિત કરાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને ટર્ન આઉટ ઈમ્પ્લિટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકાના ડુંગરી ગામની એસેન્ટ મેડીટેક લિ. ડુંગરી અને ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ગ્રેટ વ્હાઈટ ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં અનુક્રમે ૪૫૦ અને ૩૦૦ વર્કરોને જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અર્જુન પટેલ, વલસાડ તાલુકાના સ્વિપ નોડલ અધિકારીશ્રી બી.આર.સી.કો. મિતેષભાઈ પટેલ, બીટ નિરીક્ષક સોનલબેન ઠાકોર તેમજ પૂર્વવિભાગ ડુંગરી સ્ટેશન શાળા અને ડુંગરી સ્ટેશન શાળાના આચાર્યશ્રીઓ, ડુંગરી અને મોગરાવાડી ક્લસ્ટરના સીઆરસી ઓ તેમજ બીએલઓ ઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અને મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!