ગુજરાત એલર્ટ । ખેરગામ
દંડકારણ્યમાં દર વર્ષે રામકથા કરશે. સાતેક વર્ષની દીર્ઘ પ્રતીક્ષા બાદ ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્ર ખાંડા ખાતે પ્રખર રામ ચરિત્ર માનસ ઉપાસક પૂજ્ય મોરારીબાપુ દ્વારા ૯૩૪મી રામકથા-માનસ સંવત્સરનો ઉનાળાની તપેલી સાંજે 4:00 વાગે પ્રારંભ થયો હતો.
બારડોલી સરદાર સ્વરાજ આશ્રમના સંચાલિકા પદ્મશ્રી નિરંજનનાબેન કલાર્થી, રામકથાના મનોરતિ અમેરિકાના જગુભાઈ(જગદીશભાઈ) વીણાબેન મહેશ કિન્નરી પરિવાર તથા ખાંડા ગામના સરપંચ જેસિંગભાઈ વિગેરે દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના આધ્ય સ્થાપક પૂજ્ય રાકેશ ગુરુજીને ગેરહાજરીમાં ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી તથા અનુયાયીઓ દ્વારા બાપુનું વ્યાસપીઠ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂજ્ય બાપુ તથા શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત ખાંડા ગામના શિક્ષક અને સીઆરસી કો ઓર્ડીનેટર રામભાઈ પઢેરે સ્થાનિક કોંકણી બોલીમાં કર્યું હતું. જે સાંભળી બાપુ પણ ખુશ થઈને સ્વાગત સ્વાગત સ્વાગત બોલી આવકાર આપ્યો હતો.
કચ્છમાં રવિચી માના રવેચીધામમાં ફળિયે કથા કરી, જે ક્ષમાકથા યાત્રાની પ્રથમ હતી, ખાનદાની બીજી કથા છે સાત ચરણોમાં ક્ષમાકથા યાત્રા બાપુ કરવાના છે. બાપુ એ પ્રારંભમાં માઉલી માતા, ખાંડા ગામના સ્થાનિક દેવ તથા આ વિસ્તારમાં પૂજાતા દેવો- ચેતનાઓને વંદન કર્યા હતા.
સંવત્સર ૬૦ છે જે વિશે બાપુ છણાવટ કરશે પરંતુ આજથી શરૂ થતા સંવત્સરને કેન્દ્રમાં રાખી રામકથાનું નામકરણ માનસ સંવત્સર કર્યું હતું. જેનો પ્રમુખ દોહો બાલકાંડમાનો છે જેનું નવ દિવસ દરમિયાન રોજેરોજ ગાન થશે જે આ મુજબ છે.
સંવત સોરહ સૈ એકતીસા, કરઉ કથા હરીપદ ધરી સીસા।, નૌમી ભૌમ બાર મધુમાસા, આ બધા પૂરી યહ ચરિત્ર પ્રકાશા॥ પૂજ્ય બાપુએ આદિ તીર્થસ્થાનો માટે દર વર્ષે રામકથા કરવા દંડકારણ્યમાં આવીશ એવી ખાતરી આપી હતી. સ્થાનિક ગ્રામજનોને કથા મંડપમાં વચ્ચેના ભાગે વિશેષ જગા ફાળવવા પણ આયોજકોને અનુરોધ કર્યો હતો અને પોતાના ઉતારે પણ કોઈપણ આદિવાસી ભાઈ બેન મારી મુલાકાતે આવે તો તેમને સીધો લઈ આવવા પણ સુચના આપી હતી. તારીખ 17 સુધી દરેક ઘરે રસોડા બંધ કરી અહીંના મહાપ્રસાદ ઘરમાં જ સવાર બપોર સાંજનું ભોજન કરવા સૌને આમંત્રિત કર્યા હતા. સાથે જ “હા, હું ભિક્ષા લેવા આવું તે ઘરે ચૂલો સળગાવવાનો રહેશે” એમ કહ્યું હતું.
ધરમપુર બસ ડેપો ખાંડા સુધી દરરોજ વિશેષ બસ દોડાવશે
ધરમપુર ડેપો દ્વારા આજે કેટલીક વધારાની બસ દોડાવવામાં આવી હતી પૂરતા મુસાફરો થતાં ધરમપુર ડેપો ખાંડા સુધી વિશેષ બસ દોડાવશે. આજની કથા સાજના સાત પહેલા પૂરી થઈ હતી આવતીકાલથી સવારે 10 થી બપોરે બે દરમિયાન રામકથા માનસ સંવત્સરનું આગળ ગાન થશે.