વલસાડ સંસદીય મત વિસ્તારમાં ૧૩૨ માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ અપાઈ:તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન અપાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમ્યાન સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અર્થે સરકારી અધિકારીઓને વિધાનસભા વાઇઝ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવતા તેઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિમણુક પામેલા માઇક્રો ઓબ્ઝર્વરોને તા.૦૫-૦૪-૨૦૨૪ રોજ વલસાડના મોરારજી દેસાઇ હોલ ખાતે તાલીમ આપવામાં આવી હતી. જેમાં કુલ ૧૩૨ ઓબ્ઝર્વરોને ડિસ્ટ્રીકટ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉમેશ શાહ દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!