વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજનાર છે ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં મતદારો નિર્ભિક થઈને અને કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના ન્યાયી અને મુક્ત વાતાવરણમાં મતદાન કરે એ મહત્વનું હોવાથી રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો પર વોચ રાખવા માટે ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ કલેકટર કચેરીના ત્રીજા માળે અને વાપી નગરપાલિકા ખાતે ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મુલાકાત લઈ અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી દરમિયાન ઉમેદવાર કે પક્ષ દ્વારા જુદી જુદી ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો તેમજ પેઈડ ન્યૂઝ પર નિયંત્રણ રાખવા માટે આ સેલ દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ટેકનિકલ માણસોને ફરજની સોંપણી કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન પત્રોમાં પણ આવતી જાહેરાતોનું એમસીએમસી દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સી-વીજીલ વિભાગ અને સિંગલ વિન્ડો સિસ્ટમની પણ મુલાકાત લઈ અત્યાર સુધીમાં કેટલી ફરિયાદ આવી અને નિકાલ થયો તે અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!