લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્લેષણ કરાયું: જિલ્લાના ૪૩૯ મતદાન મથકો પર રાજ્ય કક્ષા કરતા નીચુ મતદાન નોંધાયુ હોવાનું રિવ્યુ બેઠકમાં બહાર આવ્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. ૨૬- વલસાડ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ અને મતગણતરી તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થનાર છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી–વ-જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક ના નેતૃત્વ હેઠળ SVEEP (Systematic Voter’s Education and Electoral Participation) મેનેજમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે સ્વીપના ખાસ નોડલ અધિકારી તરીકે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓએ મતદાનનું પ્રમાણ વધે તે માટે ગત વિધાનસભાની ચૂંટણી- ૨૦૨૨માં રાજ્ય કક્ષાના મતદાન ૬૪.૮૪ ટકા કરતા નીચું મતદાન ધરાવતા વલસાડ જિલ્લાના મતદાન મથકોનું વિશ્લેષણ કર્યુ હતું. જેમાં રાજ્ય કક્ષા કરતા નીચુ મતદાન ધરાવતા ૪૩૯ મતદાન મથકો મળી આવ્યા હતા. જેથી નીચુ મતદાન ધરાવતા મતદાન મથકોમાં કામ કરતા બીએલઓ (બ્લોક લેવલ ઓફિસર)ની રિવ્યુ બેઠક દરેક તાલુકામાં બોલાવી હતી.
આ રિવ્યુ બેઠકમાં રાજ્ય કક્ષાના સરેરાશ મતદાન કરતા વલસાડ જિલ્લાના ૪૩૯ મતદાન મથકો પર કેમ ઓછુ મતદાન થયુ તેના વિવિધ કારણો જાણવામાં આવ્યા હતા. જેમ કે, ઉમરગામ તાલુકામાં જેટી બનાવવાની માંગ પૂર્ણ ન થતા માછીમારોએ સામૂહિક મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સિવાય થોડા મતદારો વેરાવળ અને ઓખા બંદરે નોકરી માટે ગયા હતા અને અમુક કંપનીઓમાં મતદાનના દિવસે રજા આપવામાં આવી ન હતી. કેટલાક મતદારો બીજા વિસ્તારમાં રહેવા ગયા હતા પરંતુ તેમના ઘર આ જ વિસ્તારમાં હતા. કેટલાક મતદાર ભાડૂઆત પણ હતા. કેટલાક લોકો સ્થળાંતર બાદ નામ કમી કરાવતા નથી. યુવા મતદારો અભ્યાસ અર્થે બહાર ગામ હતા. સમરસ ગામમાં મતદારોમાં જાગૃતિનો અભાવ અને રેલવે કોલોનીના મતદારો નિવૃત્ત થયા બાદ સ્થળાંતર થઈ જાય છે પરંતુ મતદાર યાદીમાંથી નામ કમી કરાવતા નથી જેવા અનેકવિધ કારણો બહાર આવ્યા હતા. જેને આધારે મતદાન જાગૃતિ માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે વલસાડ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ જણાવ્યું કે, મતદાનના દિવસે કામદારો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ડુંગરીની બાલાજી કંપની અને અતુલ કંપની સહિતની વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કંપનીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. જેમાં કામદારોને પોતાના મતાધિકારનું મહત્વ સમજાવાયું હતું. લીલાપોર આઈટીઆઈ ખાતે મતદાર જાગૃતિ કેમ્પ, વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજ, પારનેરા પારડી ખાતે પીટીસી કોલેજ અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં યુવા મતદાર મહોત્સવ અંતર્ગત સ્વીપ એક્ટિવિટી હેઠળ ૧૮ વર્ષથી ઉપરના યુવા મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સિવાય શાળાઓમાં મતદાન જાગૃતિની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી, મતદાન જાગૃતિના ગીતો બનાવવામાં આવ્યા અને શાળા કોલેજોમાં તેમજ ગ્રામ્ય વિસ્તાર સુધી સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાએ વધુમાં જણાવ્યું કે, દરેક તાલુકા કક્ષાએ તાલુકા નોડલની નિમણૂક કરવામાં આવી અને તેઓને પોતાના મતદાન મથક પર પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી તા. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ વલસાડના રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા ખાતે ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા મતદારોને પ્રેરિત કરવા માટે સવારે ૧૧ કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓછુ મતદાન ધરાવતા તાલુકાના મતદાન મથકોની સંખ્યા

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!