ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ખેડૂતોને પાક સંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજના હેઠળ I-ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂતોએ અરજી કરી છે તેમના સ્થળોના તાર ફેન્સિંગના સર્વે માટે સરકારશ્રી દ્વારા એજન્સી “ચિન્મય એન્ટરપ્રાઈસ” રાજકોટને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ મારફત ઝોનવાર ટેન્ડર પદ્ધતિથી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે નિયુક્ત કરવામાં આવી છે. આ એજન્સીના સર્વેયરો સર્વેની કામગીરી કરશે જેથી તેમને ખેડૂત લાભાર્થી મિત્રોએ જરૂરી સહયોગ આપવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.