ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્વારા સુબીર તાલુકા પ્રાથમિક શાળાનું વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કેશબંધ પ્રાથમિક શાળા ખાતે યોજાયું. જેનું ઉદ્દઘાટન કેશબંધ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ વસંતજીભાઈ અને સુબીર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રઘુનાથભાઈના હસ્તે થયું હતું. કાર્યક્રમમાં કેન્દ્ર કક્ષાએ થયેલ શૈક્ષણિક સંમેલનમાંથી પસંદ થયેલ વિવિધ કૃતિઓ રાસ, ગરબો, નૃત્ય, વાર્તા, નિબંધ લેખન, સુલેખન સ્પર્ધા, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.આ સંમેલનમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ કૃતિઓ વિભાગ પ્રમાણે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.આજ રોજ યોજાયેલ સ્પર્ધામાં નિર્ણાયકઓ દ્વારા જાહેર થયેલ પ્રથમક્રમે વાર્તા સ્પર્ધામાં મોખામાળ પ્રાથમિક શાળા, મનોરંજન વિભાગ-બ માં સુબીર પ્રાથમિક શાળા નો સ્વ રચિત ગરબો, મનોરંજન વિભાગ-અ માં ઢોંગીઆંબા પ્રાથમિક શાળા રહી હતી,કાર્યક્રમને સફળ બનાવવામાં કેશબંધ ગામના યુવાનો, માજી સરપંચ ભુપેન્દ્રભાઈ, માજી તાલુકા પ્રમુખ દક્ષાબેન, સરપંચ, ઉપસરપંચ, સિંગણા કેન્દ્ર ની અન્ય શાળાઓ તેમજ યજમાન શાળા કેશબંધ પ્રાથમિક શાળાના શિક્ષક પરિવાર અને બાળકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય શિક્ષક અરવિંદભાઈ ગામીત ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ટી.પી.ઈ. ઓ શામજીભાઈ એમ.પવાર, ઇન્ચાર્જ બી.આર.સી કોડીનેટર હિતેષભાઇ સોળ્યા, સુબીર અને પીપલડહાદ બીટ ના કેળવણી નિરીક્ષકઓ,કેન્દ્ર શિક્ષકઓ,સી.આર.સીઓ, સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સમિતિના કન્વીનરો તેમજ સમિતિના સભ્યો દ્વારા થયું હતું. સ્વાગત સમિતિ અને ઇનામ વિતરણ ની કામગીરીમાં સુબીર તાલુકા સંઘ ના મહિલા પ્રતિનિધિ લુસીયાબેન અને પલ્લિકાબેન દ્વારા કામગીરી થઇ હતી.