ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કિરણ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડી.બી.બારીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત (RBSK- SHWP) વલસાડ જિલ્લામાં ધો. ૬ થી ૮ના તાલુકા દીઠ ૪૦ પ્રમાણે કુલ ૨૪૦ શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના માસ્ટર ટ્રેનરોની ટીમ દ્વારા ૧૧ મોડ્યુલની તાલીમ, ઓડિયો, વીડિયો, રમતો, ગ્રુપ ડિસ્કશન અને વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવી હતી. તમામ શિક્ષકોને એમ્બેસેડર કીટ પણ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ, એનિમિયા કાર્યક્રમ અને શિક્ષણ વિભાગ તરફથી કિશોરોના શૈક્ષણિક વિકાસ અને આરોગ્ય તેમજ કાઉન્સિલિંગ રેફરલ સેવાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા આરોગ્ય શાખાના આર.સી.એચ.ઓ. ડો. એ.કે.સિંગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.