વલસાડ પારડીમાં આવેલા શ્રી શુકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઇ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ પારડીમાં આવેલા શ્રી શુકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તોના સંગાથે ગતરોજ ભજન કીર્તનનો કાર્યક્રમ બાદ આજરોજ મહાપૂજા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વલસાડ પારડીના શ્રી શુકલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ ગત તા. 26 જાન્યુઆરીએ પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. જે બાદ આજે બીજી મહાશિવરાત્રી આવી છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ મહાશિવરાત્રી આવતા ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ વર્તાયો હતો. ભગવાન શિવના સૌથી મોટા દિવસે યુવાનોએ આ મહાશિવરાત્રીનું ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. જે મુજબ ગતરાત્રે મંદિરના પટાંગણમાં ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક ભાવિક ભક્તોએ ભજનનો આનંદ માણ્યો હતો.

આજે સવારથી મંદિરે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. અનેક લોકોએ મંદિરે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આજના દિવસે ખાસ મગોદ શાંતિ મંદિરના કર્મકાંડી મહારાજોને પૂજા માટે આમંત્રિત કરાયા હતા. તેમના મંત્રોચ્ચારથી સમગ્ર મંદિરનું પરિસર પવિત્રમય બની ગયું હતું. આજે સાંજે 7 કલાકે ગામના યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ પારડી ગામના અગ્રણી ગૌતમભાઈ દેસાઈ, તુષારભાઈ વશી, પંકજભાઈ દેસાઈ, મીત દેસાઈ, આશુતોષભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, દિલીપભાઈ દેસાઈ, અર્પિતભાઈ દેસાઈ, ચકો ગોસ્વામી, પાર્થ દેસાઈ, કૌશલ દેસાઈ સહિતના તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!