ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના રામવાડીનાં પંચવટી એપાર્ટમેન્ટની રહીશ અને સાયન્યની વિદ્યાર્થીની સલોની પારેખને અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ ટેનેસી દ્વારl સ્કોલર્શિપ મળી છે. વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીએ ફાઇન આર્ટના ક્ષેત્રમાં પ્રવેશ મેળવી એક વર્ષના અભ્યાસ માટે 39 હજાર ડોલરની અધધ કહી શકાય એટલી સ્કોલર્શિપ મળી કુલ રહેવાનો ખર્ચ મળી રૂ. 1.17 લાખ ડોલર મળ્યા છે. આ ઉપરાંત તેને ભારત આવી પરત થવા માટે અને ભારતના ઐતિહાસિક સ્થળો ફરવા માટે પણ અલાયદું સ્ટાઇપેન્ડ પણ અપાયું છે. સલોનીએ અમદાવાદની સેન્ટ જોસેફ કોલેજમાં બેચલર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેણી અમેેરિકા ગઇ હતી. જ્યાં તેણે બેચલર ઓફ ફાઇન આર્ટ સ્ટુડિયો કેન્ટ યુનિવર્સિટી ઓહાયોમાં પૂર્ણ કર્યું હતુ. ત્યારબાદ તેણીએ ટેનેસી યુનિવર્સિટીમાં ફેલોશિપ અને આગળના અભ્યાસ કર્યો હતો. અમેરિકામાં તેણીએ કાઠું કાઢી ગુજરાત અને ભારતનું નામ ગુંજતુ કર્યું છે. તેણે અમેરિકામાં તેની આર્ટના 16 જેટલા એક્ઝિબિશન કર્યા હતા. જેને ત્યાં ખૂબ મહત્વ અપાયું હતુ.