વલસાડ
વલસાડના તિથલ ખાતે સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા યોજાયેલી મેરેથોનમાં 850 દોડવીરોએ ભાગ લીધો હતો. વહેલી સવારે યોજાયેલી મેરેથોનમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો.
આજરોજ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મેરેથોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 850 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 10 કિલોમીટર રનને યુફિઝીઓના હિતેન પટેલ, ડો. કુરેશી, નિલેશભાઈ અને ચેતનભાઇ ચાંપાનેરીએ ફ્લેગ જ્યારે 5 કિલોમીટર રનને પત્રકાર હર્ષદ આહીર અને દિવ્યેશ પાંડે તથા મનીષ બલસારા દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 3 કિલોમીટર ફન રનને મનીષ બલસારા અને નરેશકાકા દ્વારા ફ્લેટ હોસ્ટિંગ કરાવી મેરેથોનો પ્રારંભ કરાવ્યો હતો.
આ મેરેથોનને સહયોગ આપનારા યુફિઝીઓ સોફ્ટવેર, એમડી ફિટનેસ, સીડીએસ, સહજ હોમ્સ, ડોક્ટર હાઉસ, એનરટેક સિસ્ટમ, રેડિયો સિટી એફએમનો આયોજકોએ આભાર માન્યો હતો.
આ મેરેથોનને સફળ બનાવવા નરેશભાઈ નાયક, ત્રિદીપભાઇ, કીર્તનભાઈ, ચિંતનભાઈ, વિમલભાઈ દેસાઈ, પ્રજ્ઞેશ પાંડે, યશ દેસાઈ, રશ્મિન પટેલ, ભગીરથભાઈ, પારસ ભટ્ટ તથા વિનયભાઈ સહિત સન્ડે સ્પોર્ટ્સ ક્લબની ટીમે ખૂબ મહેનત કરી હતી.
રનર્સને તકલીફો થતાં એક્સરસાઇઝ કરાવી દર્દમુક્ત કરાવનારી ફિઝિયોથેરાપિસ્ટ ટીમનો આભાર વ્યક્ત કરાયો
ઘણી વખત લાંબા સમયે દોડવાથી સ્નાયુ ખેંચાઇ જવાના પ્રોબ્લેમ આવે છે. આવાં મેરેથોન દોડવામાં સ્નાયુઓ ખેંચાઈ જવાના કિસ્સામાં 200 થી વધુ રનર્સને તકલીફો થતાં એક્સરસાઇઝ કરાવી દર્દમુક્ત કરાવી નિસ્વાર્થ સેવા કરનારાં કેર એન્ડ ક્યુર ફિઝિયોનાં ફિઝિયોથેરાપિસ્ટ હેલી રાઠોડ સહિત એમની ટીમનો સન્ડે સ્પોર્ટ્સ ક્લબે ખુબ ખુબ આભાર માન્યો હતો.