ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની સરકારી ઇજનેરી કોલજ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. રાષ્ટ્રને વિશ્વ ફલક પર વિકસિત દેશોની હરોળમાં મુકવા માટે શરૂ કરાયેલા વિકસિત ભારત@૨૦૪૭ અભિયાનને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ડિસ્કશન ફોરમ ઓન વિકસિત ભારત@૨૦૪૭, નિબંધ સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને રંગોલી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ કે જેવો ભાવિ ઇજનેર બનવા જઈ રહ્યા છે તેઓની દ્રષ્ટિમાં વિકસિત ભારત માટેના સ્વપ્નો કેવા છે તેનું સચોટ નિરૂપણ આ સ્પર્ધાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવમાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.વી.ડી.ધીમન દ્વારા ધ્વજવંદન કરાયું હતું. ડૉ.ધીમન દ્વારા આપવામાં આવેલા વક્તવ્યમાં તેઓએ કોલેજની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મળેલી સિદ્ધિઓને બિરદાવી તેના થકી દેશને “વિકસિત ભારત” બનાવવામાં કોલેજ પોતાનું યોગદાન આપી રહી હોવાનું જણાવ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને કુશળતા દ્વારા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન સંસ્થાના આચાર્ય ડૉ.વી.એસ. પુરાણીના માર્ગદર્શના હેઠળ સંસ્થાના ડૉ. વી. ડી. ધીમન અને એનએસએસ કો-ઓર્ડિનેટર પ્રો. જિજ્ઞેશ જોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.