આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રાંત અધિકારી દ્વારા ખેરગામ તાલુકામાં ધ્વજ વંદનથી થશે:

ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને ૭૫ માં વર્ષમાં તા. ૧૫-૮-૨૦૨૧ ના શુભદિને પગરણ માંડી રહ્યો છે, જે -અમૃત મહોત્સવ-ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં ધામધૂમથી ‌થશે. ખેરગામ તાલુકામાં સેવાસદન ખાતે મા. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી વાંસદા,  આર સી પટેલના કરકમળથી નવના ટકોરે ધ્વજ ફરકાવી સમૂહ રાષ્ટ્રગીત વંદના કરીને શુભારંભ થશે.
ખેરગામ કુમાર કન્યા શાળાનું સંયુક્ત ધ્વજવંદન આઠ વાગ્યે થયા બાદ ૮-૧૫ વાગે ઝંડાચોક ખાતે ઇન્ચાર્જ સરપંચ શ્રી કાર્તિક પટેલના હસ્તે ધ્વજ લહેરાવાશે, જનતા માધ્યમિક શાળામાં સુપરવાઇઝર રાધાબેન પટેલ ધ્વજવંદન કરશે.
ખેરગામ તાલુકા મામલતદાર  નિરીલકુમાર મોદી દ્વારા તાલુકાના નાગરિકોને-સૌને સેવાસદનમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે..

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!