ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ દરેક તાલુકામાં કુલ ૬(છ) સ્થળોએ રવિ કૃષિ મહોત્સવ યોજાશે. વલસાડ તાલુકામાં ચંદ્રમૌલેસ્વર મહાદેવ મંદિર હૉલ, પારડી પારનેરા, પારડી તાલુકામાં મોરારજી દેસાઇ ઓડીટોરીયમ, નગરપાલિકા હૉલ, વાપી તાલુકામાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ હૉલ, લવાછા, ઉમરગામ તાલુકામાં સાંસ્કૃતિક ભવન, ધોડીપાડા, ધરમપુર તાલુકામાં વનરાજ આર્ટસ, કોમર્સ કોલેજ પાછળનું ગ્રાઉન્ડ, લાલ ડુંગરી, બામટી અને કપરાડા તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ કોમ્યુનીટી હૉલ ખાતે યોજાશે.
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ માં તા.૨૪ નવેમ્બરના રોજ ૧૦:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીશ્રી ખેડૂતોને લાઈવ માર્ગદર્શન આપશે. સફળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરોની મુલાકાત ખેડૂતો દ્વારા લેવામાં આવશે, પશુપાલનના કેમ્પો ૬ સ્થળોએ યોજાશે, ખેતીવિષયક તેમજ સેવા સેતુના સ્ટોલ રાખવામાં આવશે, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.