ગુજરાત એલર્ટ । વલસાડ
રોટરી ક્લબ ઓફ વલસાડ, રોટરી ક્લબ ઓફ બલસાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા મુંબઈ સ્થિત આદિજિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સંયુક્ત ઉપક્રમે વલસાડમાં તા. ૦૧ જૂન થી ૦૫ જૂન દરમ્યાન “પ્રભા ફૂટ”નો ફ્રી કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૫૧ લાભાર્થીને આર્ટિફિસિયલ લેગ બેસાડી આપવામાં આવ્યો હતો.
પહેલા દિવસે આ લાભાર્થીઓના પગનું માપ લઇ ચોથા અને પાંચમા દિવસે આ લાભાર્થીઓને આ પગ બેસાડી આપી ચાલવાની અને દાદર ચઢવાની વગેરે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પમાં મુંબઈ, નાસિક, વલસાડ, નવસારી, સૂરતથી લાભાર્થીઓ આવ્યા હતા. લેગ બનાવવાનું કામ ભાવનગર સ્થિત PNR ઇન્સ્ટિટ્યૂટના ટેકનીશીયનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટેરીયન અમર પારેખ અને કો-ચેરમેન તરીકે રોટેરીયન આનંદ દકએ બધી કામગીરી સાંભળી હતી. આ કેમ્પ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. જે માટેની દરેક વ્યવસ્થા રોટેરીયન હિતેષ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઓફ વલસાડના પ્રેસિડેન્ટ શ્રી મનીષ ભરુચા તથા સેક્રેટરી શ્રી જપન શાહ તથા રોટરી ક્લબ ઓફ બલ્સાર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી અનીશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.