જેસીઆઇ વલસાડ દ્વારા ભેંસધરા ગામે યોજાયેલાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો 506 લોકોએ લાભ લીધો

ગુજરાત એલર્ટ | વલસાડ
તારીખ 11 ઓગસ્ટના દીને ભેંસધરા ભારતીય જન સંસ્થાન સંચાલિત આશ્રમશાળા ધરમપુર ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જેસીઆઈ વલસાડ દ્વારા કરવામાં આવ્યુ હતું. આજુબાજુના વિસ્તારના જરૂરત મંદ લોકોને માટે વિવિધ પ્રકારની શારીરિક તકલીફોને દૂર કરી શકાય તેવા આશયથી વલસાડના ખૂબ જ પ્રખ્યાત અને નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન પૂરુ પાડવામાં આવ્યું.

જે માટે વલસાડના ખૂબ જ પ્રખ્યાત અને નિષ્ણાંત તબીબો દ્વારા સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ના નિદાન તથા મફત દવાઓ પૂરી પાડવામાં આવી.

જેમાં હૃદય રોગના નિષ્ણાંત ડૉ. અકેન દેસાઈ જેવો એમડી કાર્ડિયોલોજિસ્ટ, ચામડી ને લગતા રોગો માટે ડૉ. પિનેશ મોદી જેઓ ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ, દાંતની તકલીફોના નિદાન માટે ડૉ. નાઇલ દેસાઈ તથા ડૉ. રચના મોદી જેઓ બી.ડી.એસ, શરદી ખાંસી સામાન્ય તાવ માટે ડૉ. મનેષ પટેલ એમ.બી.બી.એસ.ફિઝિશિયન, ડૉ.વિરુરાજ દેસાઈ જેઓ બી.એ.એમ.એસ, ડૉ હર્ષ રાબડીયા જેઓ એમ.બી.બી.એસ., કાન,નાક તથા ગળાની સારવાર માટે ડો.વિરાગ દમણિયા , ડૉ. નિર્મલ દેસાઈ જેઓ ફિઝિયોથેરાપિસ્ટ તેમજ આંખની તપાસ અને મફત ચશ્માના વિતરણ માટે આર.એન.સી ફ્રી આઈ હોસ્પિટલ, તથા પીએચસી ભેસધરાના મેડિકલ ઓફિસર અને એમની સમગ્ર ટીમનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો.તેથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ 2024 ના કૂલ 506 દર્દીઓની મોટી સંખ્યા સાથે સફળ થયેલ જાહેર કરવામાં આવ્યું.

આ કેમ્પને સમગ્ર જેસીઆઈ વલસાડની ટીમના કુલ 37 થી વધુ સભ્યો ખડેપગે સેવાઓ પ્રદાન કરી જેના પ્રોજેક્ટ ચેરમેન જેસી મિતુલ વાછાણી, જેસી સ્વસ્તી સામાની અને જેસી હીત દેસાઈના અથાગ પ્રયાસો દ્વારા ગ્રામજનોને અવિરત સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો. જે માટે આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના ડાયરેક્ટર જેસી દિપેશ શાહ, જેસીઆઈ વલસાડના પ્રમુખ પ્રણવ દેસાઈ તથા સેક્રેટરી પૂર્વી તોમર દરેકનો અંતઃભાવ પૂર્વક આભાર વ્યક્ત કરે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!