ગુજરાત એલર્ટ । ખેરગામ
કેન્દ્ર સરકારના કાયદા ન્યાય મંત્રાલય હસ્તક લીગલ એફેર્સ ખાતું કાર્યરત છે. જેમાં નોટરી સેલ પણ સમાયો છે. નવી દિલ્હીથી રાજ્યના ૮૦૮૬ વકીલોને એક સાથે નોટરી બનાવતા તારીખ ૧-૩-૨૪ ના હુકમથી સમગ્ર વકીલ આલમમાં આનંદ છવાયો હતો. નોટરી પદ મેળવવા માટે ઓનલાઈન અરજી કરીને હુકમની રાહ જોતા હતા. તે તમામમાં ભારે ખુશી અને રાહત વ્યાપી હતી.
તા. ૩-૧૦-૨૨ થી ૨૮-૧૦-૨૨ મંગાવેલ અરજીમાં પ્રથમ યાદીમાં ૫૬૪ અને બીજી માં ૬૭૨ નોટરી માટે રાહ જોતા હતા જે બંને યાદી રદ કરી તમામને એક જ યાદીમાં સમાવી નોટિસ બહાર પડી છે જે તમામે તારીખ ૧-૪-૨૪ સુધીમાં દસ મુદ્દાની માહિતી ઓનલાઈન વેબસાઈટ પર દાખલ કરવી પડશે તેઓનું ઓનલાઇન ઇન્ટરવ્યૂ તો થઈ ગયું હતું અને તમામે દસ્તાવેજોનુ વેરિફિકેશન સુરત ખાતે કરાવ્યું હતું. ૨૦૧૮ થી ૨૨ સુધીમાં આવેલ તમામ અરજીનો નિકાલ કરી ૮,૦૮૬ જેટલા વકીલાત કરતા વકીલોને એકી સાથે એક જ નોટિસ દ્વારા નોટરીની પદવી ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક છે અને એક સાથે નોટરી બનાવાયા છે. જે અભૂતપૂર્વ છે. આ નિર્ણયથી સરકારનો પારદર્શિત કારભાર ફલિત થયો હતો. જેમાં ખેરગામના 3 વકીલો શ્રી કૌશિક ખેરગામકર, નિશાંત પરમાર અને વિમલ પટેલ ખૂબ જ ખુશી અનુભવી રાજ્ય-કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.