ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગીતાનગર નાની મસ્જિદ પાસે રહેતા (મૂળ રહે. ઉત્તરપ્રદેશ, જિલ્લા-અયોધ્યા, થાના-હૈદરગંજ, બૈતીકલા) ૨૭ વર્ષીય નુરસબા ઈકરાર ખાન તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે બેંકમાં કામ અર્થે જવાનુ કહી ઘરેથી નીકળ્યા હતા અને ક્યાંક જતા રહ્યા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર નુરસબા મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમની જમણી આંખ ઉપર જૂનું વાગેલાનું નિશાન અને ગાલ ઉપર બ્લેડથી કપાયેલાનું જૂનું નિશાન છે. તેમણે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ અને કાળો નકાબ બાંધેલો હતો. તેઓએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ ગુજરાતી, હિન્દી અને ઉર્દુ ભાષા જાણે છે. જે કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.