લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે ૨૬ – વલસાડ સંસદીય મત વિસ્તારમાં માઇક્રો ઓબ્ઝર્વરોની બીજી તાલીમ યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે અત્રેના ૨૬- વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. જેથી જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી, વલસાડ દ્વારા આ કામગીરી અર્થે સરકારી અધિકારીશ્રીઓને વિધાનસભા વાઇઝ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવતા તેઓને સોંપવામાં આવેલી કામગીરીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

નિમણુક પામેલા માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓને તા. ૦૪-૫-૨૦૨૪ રોજ મોરારજી દેસાઇ હોલ, વલસાડ ખાતે તાલીમ આપવામાં આવી હતી. જેમાં માઈક્રો ઓબ્ઝર્વરશ્રીઓને ડિસ્ટ્રીકટ લેવલ માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ચુંટણીની કામગીરીને નિષ્પક્ષ, સ્વતંત્ર અને અસરકારક બનાવવા માટે ભારતીય ચુંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે તરણ પ્રકાશ સિંહાની નિમણુક કરવામાં આવી છે તેઓ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!