ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ શહેરની મધ્યમાં આવેલા 300 વર્ષ જૂના રામજી મંદિરના જીર્ણોધ્ધારને 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે તેના આ વર્ષે તેનો પાટોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. મંદિરનો પાટોત્સવ આગામી સંવત 2080 મહા સુદ અગિયારસ, 20 મી ફેબ્રુઆરીને મંગળવારના શુભ દિવસે રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ શ્રીરામ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવના આગલા દિવસે 19મી ફેબ્રુઆરીને સોમવારના રોજ બપોરે 3 કલાકે શ્રી રામની નગરયાત્રાનું આયોજન કરાયું છે. આ નગરયાત્રા રામજી મંદિરથી નિકળી રામજી ટેકરા થઇ રામવાડી અને ત્યાંથી આઝાદચોક થી એમજી રોડથી રામજી મંદિરમાં પરત ફરશે.
આ નગરયાત્રામાં લાભ લેવા અને પાટોત્સવનો લાભ લેવા ભાવિક ભક્તોને મંદિરના પૂજારી ચિરાગભાઇ શાસ્ત્રી દ્વારા આમંત્રણ પઠવાયું છે. 20 મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવનો કાર્યક્રમ અંગે ચિરાગભાઇએ જણાવ્યું કે, સવારે 9 કલાકે દિપ પ્રાગટ્ય કરાશે. ત્યારબાદ 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહૂતી સાંજે 6 કલાકે થશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહા પ્રસાદનું આયોજન કરાયું છે. જેનો સૌ ભાવિક ભક્તો લાભ લઇ શકશે.