વલસાડ મોગરાવાડીથી કોલેજ જવાનું કહી ૨૨ વર્ષીય યુવતી ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના મોગરાવાડીના અમીના ચાલ, રેલવે સ્ટેશનની સામે રહેતા(મૂળ રહે.અબ્રામા નિશાળ ફળિયા) ૨૨ વર્ષીય સંગીતાબેન પિયુષભાઈ સોલંકી તા. ૦૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે પોતાના ઘરેથી તેમની ફોઈ શોભનાબેનને કોલેજ જાઉ છું એમ કહી કશે જતા રહ્યા હતા. જે આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી અને તેમની કોઈ ભાળ મળી નથી. ગુમ થનાર સંગીતા મધ્યમ બાંધો, ઘઉં વર્ણ અને ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેણીએ લાલ કલરનું ફ્રોક, બ્લ્યુ કલરનું જીન્સ અને ચપ્પલ પહેરી હતી. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ યુવતીની ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!