વલસાડ:વલસાડ રૂરલ પોલીસની ટીમ બુધવારે રાત્રે પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન સુરત તરફ જતી એક કારને અટકાવી તપાસ કરતા કારની ડીકીમાં ચોરખાનમાંથી 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રૂરલ પોલીસે FSLની ટીમની મદદ મેળવી 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી પોલીસ પરથી મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલીંગ પર હતી તે દરમિયાન મુંબઈ થી સુરત તરફ જતી xuv કાર વાહન ચેકીંગમાં ચેક કરી હતી રૂરલ પોલીસની ટીમે પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગ હાથ ધરતા જે દરમ્યાન સુરત તરફ જતી એક કાર ન. MH-48-A-5686ને અટકાવી કારમાં ચેકીંગ કરતા કારની ડીકીમાં સ્પેરવ્હિલ મુકવાની જગ્યાએ બનાવેલ એક ચોર ખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું ચોર ખાનામાંથી સૂકી વનસ્પતિ મળી આવી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક વલસાડ FSLની ટીમની મદદ મેળવી રૂરલ PSI L.G. રાઠોડની ટીમે તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો હોવાનું FSLની ટીમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. PSL L.G. રાઠોડની ટીમે 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી છે રૂરલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો સુરત આપવા જઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે આરોપી પિન્ટુ બનમાલી શેટ્ટી અને રામચંદ્ર ભૃદાબન બહેરાની ધરપકડ કરી માસ્ટર માઈડ સિકંદરને વોન્ટેડ જાહરે કરી ગાંજો અને કાર મળી કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો