ઉમરગામના દરિયાકિનારેથી 20 ફૂટ લાંબી વ્હેલ માછલી મૃત અવસ્થામાં મળી આવી

તાઉતે વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લામાં દરિયામાં મુંબઈમાં ડૂબેલું જહાજના લોકોના મૂતદેહ તથા એમનો સામાન દરિયા કિનારેથી મળી આવ્યો હતો જ્યારે ઉમરગામ થી વલસાડ દરિયા સુધીમાં ડોલ્ફિન પણ મળી આવી છે
જ્યારે ગતરોજ ઉમરગામ દરિયાકિનારે આવેલા માલવણના માંગેલાવાડ નજીક દરિયા કિનારા પર એક મૃત વ્હેલ માછલીનો અર્ધ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા કિનારે એકઠા થયા હતા છે. મહાકાય વ્હેલ માછલી જેની લંબાઈ 20 ફૂટ ઊંચાઈ ચાર ફૂટ .છે ઊંડા દરિયા ની અંદર ની અંદર અગમ્ય કારણસર મૃત્યુ પામેલ આ માછલીનું અઘે શરીરનું કદ જોતા એની મૂળ લંબાઈ ૭૦થી ૮૦ ફૂટ હશે એવું અનુમાન છે ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની સ્થાનિક અગ્રણીઓ અને વન વિભાગની ટીમને જાણ થતાં વન વિભાગની ટીમ પર દરિયાકિનારે પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ ઉમરગામના માલવણના દરિયા કિનારે એક મૃત ડોલ્ફિનનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ હવે આ મૃત વ્હેલ માછલીનો મૃતદેહ મળવાની ઘટનાને કારણે વનવિભાગે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!