૧૮૧-વલસાડ વિધાનસભાના ૭૬૪ મહિલા પોલિંગ અધિકારીની પ્રથમ તાલીમ યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળ રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે.

જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટરશ્રી આયુષ ઓક વલસાડ દ્વારા વિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૮૧-કપરાડા વિધાનસભામાં સરકારી મહિલા કર્મચારીઓને મહિલા પોલિંગ તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણૂંક કરવામાં આવી છે.
તેઓને THEORY+EVM/VVPAT અંગેની પ્રથમ હેન્સ ઓન તાલીમ કુલ ૭૬૪ મહિલા તાલીમાર્થીઓને તા. ૩૦ માર્ચના રોજ બે તબક્કામાં આપવામાં આવી હતી. આ તાલીમ અંતર્ગત ૩૦-૦૩-૨૦૨૪ રોજ ૧૦:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધી ૩૭૭ તાલિમાર્થીઓને તેમજ ૧૪:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી ૩૮૭ તાલિમાર્થીઓને બે તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!