ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬ – વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી કર્મચારી/ અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવેલ છે. આથી વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વિધાનસભા વાઇઝ ચુંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ૧૮૧-કપરાડા વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને પ્રિસાઇડીંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવ્યા છે. તેઓને THEORY+EVM/VVPAT અંગેની હેન્સ ઓન પ્રથમ તાલીમ કપરાડાની સરકારી વિનયન કોલેજ ખાતે સવારે ૧૦:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધી રાખવામાં આવી હતી. જેમાં કુલ ૩૪૮ પ્રિસાઇડીંગ ઓફિસરો અને ૪૨૮ આસિસ્ટંટ પ્રીસાઇડીંગ ઓફિસરોને વિધાનસભા વાઇઝ તાલીમ આપવામાં આવી હતી.
જે અંતર્ગત માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.