ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતગર્ત તા. ૭ મે ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી – વ – જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત તેમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ તા. ૪ મે ના રોજ વલસાડ જિલ્લાની ૧૪૯૮ શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભા ચૂંટણીમાં મતદાન વધે તે માટે દરેક શાળામાં વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મતદાન જાગૃતિ અંગેના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. દરેક વાલીઓને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ તાલુકાના બી.આર.સી.કો., સી.આર.સી.કો., આચાર્યશ્રીઓ અને બી.એલ.ઓ.એ ઉપસ્થિત રહી શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા.