ગુજરાત એલર્ટ | વલસાડ
નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે “આપણો તાલુકો બાગાયત તાલુકો” કાર્યક્રમ હેઠળ ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા રોણવેલ ખાતે નાયબ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, વલસાડ દ્વારા ૭૭ જેટલા ખેડૂતોને અને મોટાવાઘછીપા ખાતે મદદનીશ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, પારડી દ્વારા ૯૫ જેટલા ખેડૂતોને ગુજરાત રાજ્ય બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાએથી બાગાયત નિયામક, ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી હાજર રહી બાગાયત ખાતાના નવીન અભિગમ “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વિવિધ પ્રકારના વધુ ફળ ઝાડનું વાવેતર કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.