ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે અત્રેના ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. જેથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા વિધાનસભા વાઇઝ ચુંટણી કામગીરી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનવ્યે ૧૭૯-વલસાડ વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને પ્રીસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસરની તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવી છે. તેઓને THEORY + EVM/ VVPAT અંગેની હેન્સ ઓન ત્રીજી તાલીમ બી.એ.પી.એસ સ્કુલ-ધારાનગર અબ્રામા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૮૦ પ્રિસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસરશ્રીઓને વિધાનસભા વાઇઝ તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.
આ જ રીતે ૧૭૮-ધરમપુર વિધાનસભામાં પ્રિસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસરની ત્રીજી તાલીમ આદર્શ નિવાસી શાળા બામટી,તા-ધરમપુર ખાતે યોજાઈ હતી. જેમાં કુલ ૫૯૬ પ્રિસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસરને વિધાનસભા વાઇઝ તાલીમ આપવામાં આવી હતી.
૧૮૦-પારડી વિધાનસભામાં પ્રિસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસર ત્રીજી તાલીમ મોરારજી દેસાઇ હોલ, પારડી ખાતે યોજાતા કુલ ૫૨૭ પ્રિસાઇડીંગ ઓફિસર અને આસીસ્ટંટ પ્રિસાઇડીંગ ઓફિસરશ્રીઓએ તાલીમ લીધી હતી.