વલસાડની પુસ્તક પરબમાંથી ૧૪૯ પુસ્તકોને વાચકો મળ્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની પુસ્તક પરબ સંસ્થા દ્વારા ૨૦મો મણકો શહેરમાં બે જાહેર જગ્યા પર યોજાયો હતો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર અને એસ. ટી. વર્કશોપની સામે ક્રોમા નજીક ફૂટપાથ પર પુસ્તક પરબમાં ૧૪૯ પુસ્તકોને વાચક મળ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. પુસ્તક પરબની મુલાકાત ૧૨૦ થી વધુ લોકોએ લીધી હતી. અત્યાર સુધીમાં આ રવિવારે સૌથી વધુ પુસ્તકો વાચકો વાંચવા માટે લઈ ગયા હતા. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. ફૂટપાથ પર ભરાતી પુસ્તક પરબથી લોકો વાંચન તરફ વધુ ને વધુ ઢળી રહ્યા છે. સવારે ૭.૩૦ વાગ્યે પુસ્તક પરબની મુલાકાતે આવી વાચકો પુસ્તક પરબ વલસાડની ટીમને આ કાર્યક્રમ નિયમિત ચલાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ, અર્ચના ચૌહાણ, હંસા પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી, ડૉ. વિલ્સન મેકવાન દ્વારા આયોજિત થયો હતો. સુનિતા ઢીમ્મર, શિલ્પા દોડીયા, હની સોલંકી, રાધિકાબેન અને પ્રકાશભાઈની મદદ મળી હતી. ઉલ્લેખનીય છે કે, દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાઈ રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!