ગુજરાત એલર્ટ । ખેરગામ
શ્રી તીર્થ અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામભક્તો માટે ખુલ્લા મુકાયેલા ભવ્ય દિવ્ય સેવ્ય રામ જન્મભૂમિ મંદિર ના દર્શન માટે ગુજરાતભરની તમામ લોકસભા બેઠકો દીઠ- આસ્થા સ્પેશિયલ -દોડાવવામાં આવી રહી છે જેમાં વલસાડના સાંસદ કેસી પટેલ ના વિસ્તારના યાત્રાળુઓ માટે વાપી વલસાડથી પ્રથમ આસ્થા સ્પેશિયલ રવાના થઈ હતી. તા.૧૬/૨ શુક્રવારે ૦૯૦૨૭ ક્રમાંકિત આસ્થા સ્પેશિયલ નવસારી સાંસદ સીઆર પાટીલ ના વિસ્તારના ૧,૩૫૨ રામ ભક્તોને લઈ જવા વલસાડથી ખાલીખમ ઉપડી, બીલીમોરા ખાતે પહોંચી ત્યાંથી ગણદેવી શહેર તા.ના-૧૭૩, ખેરગામ-૨૬, ચીખલી-૭૩ બીલીમોરા શહેરના ૨૨ મળી ૩ તાલુકાના ૨૯૫ યાત્રાળુઓને લઈને ૧૭-૪૦ કલાકે જય શ્રી રામ ના નારા સાથે રવાના થઈ. જેનું નવસારી રેલવે સ્ટેશન ખાતે સાંસદ સીઆર પાટીલ, ધારાસભ્ય આરસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ વિ.એ સ્વાગત કર્યું હતું અને બીજા ૩૧૧ રામ ભક્તોને બેસાડ્યા હતા. નવસારી બેઠકના ૬૦૬ અને સુરત જિલ્લાના નવસારી બેઠકમાં સમાવિષ્ટ ચાર તાલુકાના ૭૪૬ મળી કુલ ૧,૩૫૨ યાત્રીઓ ભેસ્તાનથી રવાના થયા હતા, ખેરગામ તાલુકામાંથી ૨૬ રામ ભક્તોને બીલીમોરા રેલવે સ્ટેશન ખાતે ખેરગામ તાલુકા ભાજપ-મહામંત્રી લિતેશ ગાવીત પ્રમુખ ચુનીભાઈના શુભ મંગલ યાત્રાના આશીર્વાદ સાથે સાંજે ૫-૪૦ ક. રવાના કર્યા હતા.
રવિવારે મળસ્કે અયોધ્યા પહોંચી આખો દિવસ અયોધ્યા ધામના વિવિધ મંદિરોના દર્શન કરી સોમવારે બપોર બાદ પરત યાત્રા શરૂ થશે જે બુધવારે મધરાત બાદ બીલીમોરા ખાતે પૂરી થશે. ખેરગામ તાલુકાના ૨૬ યાત્રાળુઓમાં ધર્મેશ ભરૂચા, ઠાકોર- નાનુ આહીર બંધુ, રાજેશભાઈ તાલુકા પંચાયત પ્રમુખ, માજી ઇ. સરપંચ કાર્તિકભાઈ, નારણભાઈ, રસિક સાથે રામલલ્લા દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રામ સૌના છે-સાર્થક કરશે.