શાળામાં દાખલ થવા જૂન મહિનાની જન્મ તારીખ લખાવાતી હોય દર વર્ષે આ માસમાં સૌથી વધુ નિવ્રૃત થતાં હોય છે. વલસાડ વિભાગના છ ડેપોમાં 33 જણા નિવૃત્ત થયા જેમાં સૌથી વધુ બીલીમોરા ડેપોમાં ૧૧ અને વલસાડ ડેપોમાં સાત કર્મચારીને નિવૃત્તિ વિદાયમાન અપાયું.
બીલીમોરા ડેપો મેનેજર મુકેશ પટેલના હસ્તે એટીઆઈ તરીકેની સારી કામગીરી સાથે ટીઆઇ અને એટીએસ બે વધારાના પદનો હવાલો પણ ત્રણેક વર્ષથી ખંત નિષ્ઠાથી બજાવનારા કેસલી તા. ગણદેવીના વતની શ્રી જીતેન્દ્ર નારણભાઈ રાઠોડની સાથે પાંચ કંડકટર, ચાર ડ્રાઇવર, એક મિકેનિકને પણ શાલ ઓઢાડી સન્માન કરી વિદાયમાન અપાયું. જીતુભાઈએ બધા નિવ્રૃતો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ ડેપોમાં પણ ૪ કંડક્ટર અને ૩ ડ્રાઈવર નિવૃત્ત થયા જેમાં વાંઝણા તા. ચીખલીના ૩૩ વર્ષની સુદિર્ઘ અકસ્માતવિહીન વાહનચાલક તરીકેની શ્રેષ્ઠ સેવા એક પણ અકસ્માત વગર બજાવનાર નવસારી વાંસદા નાઈટ કરનાર અમૃતભાઈ સોલંકી ડ્રાઇવર બકલ ક્ર.૧૨૩૭૫ની સેવા બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું. ખેરગામ ભૈરવીના જયંતિ પટેલ-૨૮૮૪ કણભઈ નાઈટ અને ગુલાબ પટેલ-૪૫૮૭ પણંજ નાઈટ- કંડકટરોની પણ ઉલ્લેખનીય સેવા હતી. જે તમામને ડેપો મેનેજર જયદીપ જોશી દ્વારા સન્માન કરી ભાવભીની વિદાય અપાઇ હતી, નિવૃતોએ સૌનો આભાર માન્યો હતો.