ગુજરાત એલર્ટ | વલસાડ
નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયારે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ વર્ષેના ડેટા આધારે પર્વ દરમિયાન વલસાડ જિલ્લામાં દિવાળીના દિવસે ૧૫.૨૭%, નવા વર્ષમાં ૨૬.૭૨% તથા ભાઈબીજ પર ૨૨.૧૪%નો વધારો થવાની શક્યતા સામે વલસાડ જિલ્લામાં ૨૩ એમ્બ્યુલન્સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દુર રહી 24X7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે.
ગુજરાત EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સીઓઓ (EMRI green health servicesના COO) જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીએ એવો સમય છે, જ્યારે પરિવારો અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે ભેગા થતાં હોય છે. તહેવારોમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે સાવધાની રાખવી આવશ્યક છે, જ્યારે ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો.