વલસાડઃ
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૨૫/૫/૨૦૨૧ ના રોજ ૧૦૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આજે કોવિડ-૧૯ના નવા ૩૮ પોઝીટીવ કેસો નોંધાયા છે અને પાંચ વ્યક્તિઓના મરણ થયાં છે. જ્યારે જિલ્લામાં આજની તારીખે કુલ ૬૧૮ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના ૨૩, વાપીમાં ૦૩, ઉમરગામમાં ૧૦ અને ધરમપુરમાં ૦૨ કેસોનો સમાવેશ થાય છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી ૧,૧૯,૮૦૪ સેમ્પલના ટેસ્ટ કરાયા છે, જે પૈકી ૧,૧૪,૨૮૮ સેમ્પલ નેગેટીવ અને ૫,૫૧૬ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.
વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં ૧૫,૫૨૬ને પ્રથમ ડોઝ અને ૧૨,૪૪૦ને બીજો ડોઝ, બીજા તબક્કામાં ૨૧,૧૫૨ને પ્રથમ ડોઝ અને ૧૨,૨૯૫ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષની ઉપરના ૯૩,૯૪૨ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૪૭,૬૨૧ વ્યક્તિઓને બીજો ડોઝ તેમજ ૪૫ થી ૫૯ વર્ષની વય જૂથના ૧,૩૪,૧૩૦ વ્યક્તિઓને પ્રથમ અને ૪૯,૩૩૯ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
તા.૨૫/૬/૨૧ સુધીમાં ૧૦૪ હેલ્પલાઇન ઉપર ૮૭૩, જિલ્લા કક્ષાના કમાન્ડ કંટ્રોલરૂમ ઉપર ૫૩૬૪ અને ૧૦૮ ઉપર ૧૫૦૦ વ્યક્તિઓએ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો છે, જેમને સારવાર સહિતની જરૂરી જાણકારી આપવામાં આવી હોવાનું વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.