સેવા મંત્ર: જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા દરરોજ ૨૭૫ લોકોને ટિફિન પહોંચડાય છે.

વલસાડ

જૈન સોશ્યલ ગ્રુપ વલસાડ દ્વારા કોરોના મહામારીમાં સંક્રમિત થયેલા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમજ હોમકોરોનટાઇન થયેલા, તેમજ તેમના સગા સબંધી ઓ માટે દસ દિવસમાં 275 થી વધુ ટિફિન વિતરણ કરી ખરા અર્થમાં આવા કપરા સમયે કરેલી સેવાને લોકોએ બિરદાવી છે.

 કોરોના મહામારી સંક્રમિત થયેલા દર્દીઓને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ કે અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. તો કેટલાક કોરોનાવાયરસ સંક્રમિત લોકોને હોમકોરોનટાઇન  કરવામાં આવે છે. હોસ્પિટલમાં કે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ કે તેમના સગા સંબંધીઓને એક ટંકનું ભોજન મળતું નથી. જિલ્લામાં આવી પડેલી કુદરતી આફત રૂપી  કોરોનાવાયરસ ના આવા કપરા સમયે  જૈન સોશ્યલ ગ્રુપ વલસાડ ના પ્રમુખ  દિવ્યેશભાઈ ઝાટકીયાએ જણાવ્યું કે જૈન સોશ્યલ ગ્રુપ વલસાડ વર્ષોથી કાર્યરત છે અને જૈન સોશ્યલ ઈન્ટ. ફેડરેશનના નેજા હેઠળ વિશ્વભરમાં સ્થાપેલ શાખાઓમાંની એક છે. જ્યારે જ્યારે કુદરતી આફત આવેલ છે ત્યારે જૈન સોશ્યલ ગ્રુપ વલસાડ સેવા આપવામાં અગ્રેસર રહેલ છે. હાલના કોરોના – કોવીડ -૧૯ ની મહામારીના સમયમાં આ સંસ્થાએ કોરોના સંક્રમીત હોસ્પીટલમાં દાખલ થયેલ અથવા ઘરે કવોરેનટાઈન થયેલ એવી વ્યક્તિઓ અથવા તેમના સગા સંબંધીઓ માટે ટીફીન સેવા અભિયાન તા . ૦૧-૦૫-૨૦ર૧ થી શરૂ કરેલ છે . હાલ સીવીલ હોસ્પીટલ વલસાડ ખાતે અંદાજીત ૧૫૦ તથા ઘરે પહોંચાડવામાં આવતા અંદાજીત ૧૨૫ એમ કુલ દિવસના ર ૭૫ ટીફીનનું વીતરણ થઈ રહેલ છે. આ ટીફીન સેવા દરેક જાતિ – વર્ગના લોકો માટે ઉપલબ્ધ છે. પોષ્ટીક આહાર , સુંદર પેકીંગ વાળી આ ટીફીન સેવાને લોકોએ ખૂબ બીરદાવી છે અને વધુ ને વધુ લોકો આ સેવા અભિયાનમાં જોડાઈ રહેલ છે . આમ સમગ્ર જૈન સમાજ તથા અન્ય સમાજો માટે આ ટીફીન સેવા અભિયાન પ્રેરણારૂપ બની રહેલ છે .

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!