વાપી GIDCમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે. છતાય ૭ જેટલા કામદારો ગંભીર રૂપે ઘાયલ થયા છે. વાપી GIDC માં એક ફેકટરીમાં વેસ્લ્સ્માંથી આગ બહાર આવતા ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આ ઘટના બની હતી. વેસલ્સ માંથી અચાનક આગ બહાર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 7 કામદારો ગંભીર રૂપ થી ઘાયલ થયા છે. આગ બહાર આવતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘાયલ સાત કામદારોમાં માંથી 3 ની હાલત અત્યંત ગંભીર છે. જેમને ICU માં ભરતી કરવામાં આવ્યા છે. અન્ય કામદારોના જણાવ્યા અનુસાર માઇનોર બ્લાસ્ટ થયયો હતો. ત્યારે કંપની સંચાલકો આગ લાગી હોવાનું જણાવી રહ્યા છે. વાપી પોલીસ પોલ્યુશન વિભાગ અને ફેકટરી ઇન્સ્પેકટર એ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. કંપની માં ઘટના બન્યા બાદ ઘાયલ કામદારોને સારવાર માટે પણ રઝળવું પડ્યું હતું. બાદમાં તમામ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કામદારો નો કંપની પર આરોપ કે સુરક્ષાની અહીં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. અને ઇમરજન્સી ની પણ કોઈ વ્યવસ્થા નથી. કંપની માં લાગેલી આગ મામલે પોલીસ અને ફોરેન્સિક ટિમ ના પણ તપાસ માં જોડાઈ ગયી છે.