વલસાડના ભાગડાવડા ગામે આવેલી ધનલક્ષ્મી અપાર્ટમેન્ટમાં કથાકાર પ્રફુલ શુકલની 793 મી ભાગવત કથા નો પ્રારંભ થતાં ભક્તોએ તેનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
વલસાડ શહેરના કોસંબારોડ પર આવેલા ભાગડાવાડા ગામે આવેલ ધનલક્ષ્મી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલના નિવાસસ્થાને કથાકાર પ્રફુલભાઈ શુકલની ૭૯૩મી દેવી ભાગવત કથાનો મંગલ આરંભ થયો હતો. આ પૂર્વે હેતલબેન કૌશિકભાઈ ટંડેલ દ્વારા અંબામાતા મંદિરેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વાજા વાજિંત્ર, કળશ ધારી બહેનો, તથા ભાગડાવાડા ગામ ના સદસ્યો જોડાયા હતા. કથાનો દિપપ્રાગટ્ય ધર્માચાર્ય પૂ.પરભુદાદા પ્રગટેશ્વર ધામ આછવણી, ૧૦૮ મહંતશ્રી કિશોરીદાસ મહારાજ, પૂ.હરીદાસ સુખદાસ રામાનંદીજી,બિપીનભાઈ પરમાર પ્રમુખ શિવપરિવાર (નવસારી) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આચાર્ય મુકેશભાઈ જાની,ક્રિષ્ના શુકલ, ઓમ જાની, પ્રિત જોશી, જયરામ મહારાજ (હરિઓમ) દ્વારા વેદ મંત્ર ઉચ્ચાર કરી નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યુ હતુ કે દેવોને પણ દુર્લભ એવી દેવી ભાગવતની આ કથા ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. નવ દિવસ ચાલનારી આ દેવી ભાગવત કથાનો સમય બપોરે ૩ થી સાંજે ૫ કલાક સુધી રાખવામાં આવ્યો છે. લોકડાઉન ના નિયમોનું પાલન કરી માસ્ક પહેરીને કથા શ્રવણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. દરરોજ સાંજે ૧૦૮ દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી.
ફોટો છે.