વલસાડના સમુદ્ર તટ પર વસેલા કાંઠા પંથકના ગામો જેમાં બહુધા પ્રમાણમાં સાગરપુત્રોનું જીવન માછીમારી પર નભે છે.ચોમાસામાં ધંધાકીય વિરામમાં નવી જાળ બનાવવામાં વ્યસ્ત રહે છે.સપ્ટેમ્બર માસ સુધી કુદરતી વાદળછાયું હવામાન
દરમ્યાન ફરીથી દરિયાઈ સફળે મહાલવા પોતાના વ્યવસાયના પ્રારંભ અર્થે પોતાની ફિશીંગ બોટને સમારકામ અને રંગોરંગાન કરી તથા વિવિધ ધંધાકીય જરૂરી સામગ્રીઓ અંગેની પૂર્વ તૈયારીઓ કરી વહાણોને દરિયામાં ઉતારે છે.
ચોમાસાની ઋતુના અંતે જ્યારે દરિયાઈ તોફાન વાદળછાયું વાતાવરણ
પવનના જોર તૂટે ત્યારે ફિશીંગ માટે બોટ દરિયામાં ઉતારી શુભારંભ કરતા હોય છે.નવરાત્રીની શરૂઆતે મોટા પ્રમાણમાં માછીમારો દ્વારા ફિશીંગ કરીને પકડવામાં આવતી માછલીઓને જ્યારે જ્યારે વહાણ ભરીને કિનારે આવે ત્યારે વહાણમાંથી કાવડ દ્વારા સિમેન્ટ માટીના બનાવેલ પ્લોટ પર માછલીઓનો જથ્થો ઠાલવવામાં આવે છે ત્યારબાદ આ માછલીઓના ઢગમાંથી વિવિધ પ્રજાતિની માછલીઓ કાંટી, ઝીંગા,માંદેલી, ઢોમા ,બુમલા તથા પરચુરણ બારીક માછલીઓ વીણીને અલગ કરવામાં આવે છે.જેમાં બુમલા નામની અસંખ્ય માછલીઓ સૌથી વધુ જથ્થામાં હોય છે ત્યારબાદ બુમલાને ખુલ્લી અને ઉજાસવાળી દોરડાથી બનાવેલ જગ્યા એને સ્થાનિકો કાઠી કહે છે.જેના પર લટકાવી સૂકવવામાં આવે છે.ચારથી પાંચ દિવસ સુકાયા બાદ કાઠી પરથી ઉતારી બુમલાને સોટીગ કરી એનું વ્યવસ્થિત પેકિંગ કરવામાં આવે છે.
વર્ષોથી આવી રીતે માછલી પકડવાથી માંડીને સૂકવવા સુધીની લાંબી પ્રકિયા સહિતની તમામ કામગીરીને ધ્યાનમાં લઈ બુમલાના પોષણક્ષમ ભાવ નહી મળતા માછીમારોને ધંધા કરવામાં સફળતા મળતી નથી ત્યારે ખરેખર સાગરપુત્રોની સ્થિતિ દયનીય કફોડી બની જાય છે.
વલસાડ જિલ્લાની દરિયાઈ પટ્ટી પરના માછીમારી આવડતને ઉજાગર રાખી સમગ્ર ગુજરાતને મત્સ્યધોગ ક્ષેત્રે ઉત્તરોઉતર વિકાસના પંથે દોર્યું છે. દેશ વિદેશ સુધી વિવિધ પ્રકારની માછલીઓ પહોચાડવનું કાંઠા વિસ્તારની પટ્ટી પરના માછીમરોનો અમૂલ્ય ફાળો છે.